ગરમીમાં લૂ થી બચવા માટે અપનાવો આ ૫ દેશી નુસખા, આખું ઉનાળું રહેશે ઠંડક.
જ્યારે પારો ૪૦ ડિગ્રી વટાવી રહ્યો હોય, ત્યારે શરીરને અંદરથી ઠંડુ રાખવું ખૂબ જરૂરી છે. આજે જ તમારા ડેઈલી રૂટિનમાં આ ફેરફાર કરો.
- વરિયાળીનું શરબત: રોજ સવારે વરિયાળીનું પાણી પીવાથી પેટમાં ઠંડક રહે છે અને એસિડિટીની સમસ્યા થતી નથી.
- કાચી ડુંગળીનું સેવન: ઉનાળામાં લૂ (Heatstroke) થી બચવા માટે બપોરના ભોજનમાં કાચી ડુંગળી ખાવી એ વડીલોનો સૌથી જૂનો અને કારગત નુસખો છે.
- સુતરાઉ કપડાં: ઘાટા કલરના અને સિન્થેટિક કપડાં ટાળો. હંમેશા આછા કલરના કોટન કપડાં પહેરો જેથી હવા ઉજાસ જળવાઈ રહે.
- હાઈડ્રેશન: માત્ર પાણી જ નહીં, પણ નાળિયેર પાણી, છાશ અને ફળોના જ્યુસનું સેવન વધારી દો.
- બહાર નીકળતી વખતે: માથા પર રૂમાલ અથવા ટોપી જરૂર રાખો.