માઈગ્રેશનનો ઉલટો પ્રવાહ: 'Rural-Tech' ક્રાંતિ કેવી રીતે ગુજરાતના ગામડાઓની આર્થિક ભૂગોળ બદલી રહી છે?
અમદાવાદના એસ.જી. હાઈવેની ઝાકઝમાળથી દૂર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નાના ગામડાઓમાં એક ‘Silent Revolution’ ચાલી રહી છે. આ ક્રાંતિ છે—ગામડાનું લોકેશન અને દુનિયાભરનું કામ.
- ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાત: ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ હવે ગામડાઓમાં પણ ફાઈબર ઓપ્ટિક ઈન્ટરનેટ પહોંચ્યું છે. આનાથી એવા યુવાનો તૈયાર થયા છે જેઓ ખેતી પણ સંભાળે છે અને રાત્રે અમેરિકા કે યુરોપની કંપનીઓ માટે કોડિંગ, એનિમેશન અથવા ડેટા સાયન્સનું કામ પણ કરે છે.
- ખર્ચમાં બચત અને હાઈ સેવિંગ્સ: મેટ્રો શહેરમાં રહેવાનો ખર્ચ ૨૫,૦૦૦ થી ૪૦,૦૦૦ હોય છે. ગામડે રહીને કામ કરવાથી આ પૂરી રકમ બચે છે. આ ‘Disposable Income’ ગામડાના બજારોમાં વપરાય છે, જેનાથી ત્યાંની લોકલ ઈકોનોમી મજબૂત થઈ રહી છે.
- સનત ડિજિટલ વર્લ્ડ જેવી કંપનીઓનો રોલ: હવે આઈટી કંપનીઓ પણ સમજી ગઈ છે કે ટેલેન્ટ ઓફિસમાં નથી, દિમાગમાં છે. તેઓ ‘Satellite Offices’ ના કોન્સેપ્ટ પર કામ કરી રહ્યા છે. એટલે કે નાના તાલુકા મથકો પર ૧૦-૧૫ લોકોનું નાનું યુનિટ શરૂ કરવું, જેથી સ્થાનિક લોકોને રોજગારી મળે.
- સામાજિક બદલાવ: પહેલા દીકરીઓને ભણવા માટે શહેર મોકલવામાં ડર લાગતો હતો, હવે તે ઘરે બેસીને વિશ્વસ્તરીય નોકરી કરી રહી છે. આનાથી સ્ત્રી સશક્તિકરણને અસલી વેગ મળ્યો છે.